મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો બળવો કરી બેંગાલુરૂ પહોંચ્યા છે. ત્યારે કોંગ્રેસે તેમના નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ફરી એક વખત કોંગ્રેસના સંકટમોચક ગણાતા ડી કે શિવકુમારને જવાબદારી સોંપી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીકે શિવકુમાર બેંગુલુરુમાં રોકાયેલા પક્ષના ધારાસભ્યોના સંપર્કમાં છે.
એવી અટકળો લગાવાઇ રહી છે કે ડીકે શિવકુમાર ધારાસભ્યોને મનાવ્યા પછી તેમને લઈને પહેલાં દિલ્હી અને પછી ભોપાલ જઈ શકે છે. આ મામલે ડીકે શિવકુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની ધારાસભ્યો સાથે વાતચીત ચાલું છે. નારાજ ધારાસભ્યો કોંગ્રેસમાં પરત ફરશે અને કોંગ્રેસ સરકારને કોઇ આંચ નહીં આવે તેવો વિશ્વાસ ડીકે શિવકુમારે વ્યક્ત કર્યો છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. જેને કારણે મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. એક બાજૂ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, હજૂ મુખ્યમંત્રી કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીએ હજૂ એ નથી બતાવ્યું કે, આખરે એવો ક્યો માસ્ટરસ્ટ્રોક છે, કે જેને લઈ તેઓ ફરી એક વાર સત્તામાં બન્યા રહેશે. જોકે, આ તમામની વચ્ચે ભાજપ પણ સફાળુ જાગ્યુ છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા પીસી શર્માને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે નંબરગેમથી હિસાબે કઈ રીતે સરકાર બની રહેશે, તો તેમણે કહ્યું કે, હજૂ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. નિશ્ચિતપણે એક નવી જ વાત સામે આવશે. થોડી કલાકોમાં જ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક ખબર પડી જશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે, આટલા રાજીનામા છતાં પણ કોંગ્રેસ કઈ રીતે સરકાર બચાવવામાં સફળ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.