રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે આજે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએજણાવ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે રાજ્યમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં ડો.તેજસ પટેલ, ડો. પંકજ શાહ, અતુલ પટેલ, ડો. મહર્ષી દેસાઈ, દિલીપ માલવણકર અને ડો.અમીબેન પરીખનો સમાવેશ થાય છે. પ્રેસ કોન્ફરન્સમાં ડો.તેજસ પટેલે જણાવ્યું કે, આપણે પણ પોઝિટિવ હોય શકીએ પણ લક્ષણો નથી એટલે ટેસ્ટની જરૂર નથી.
ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે: ડો.તેજસ પટેલ આ અંગે ડો.તેજસ પટેલે જણાવ્યું કે, કોરોનાનો કોઈ કાયમી ઈલાજ નથી. જેને કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી. સ્પેસિફિક ઈન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. ગંભીર દર્દીઓ પર વધુધ્યાન આપવામાં આવશે અને તેમને તુરંત સારવાર આપવા પર ભાર મુકાશે. જેટલો સમાજ ચિંતિતિ છે એટલા જ તબીબો પણ ચિંતિત છે. મોત કેમ વધારેથયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે. સિસ્ટમમાં 70 ટકા લોકો સંક્રમિત થશે તો ડર ચાલ્યો જશે. આ વાઈરસ સાથે જીવતા શીખવું પડશે. આપણે મેલેરિયા અને સ્વાઈન ફ્લુથી ડરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.