રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ભાજપ સરકારને અસ્થિર કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. 4 દિવસ બાદ જૈસલમેર પહોંચ્યા સીએમ અશોક ગહેલોતે રવિવારે જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યોને કેદ કરવામાં આવી રહ્યાં છે, તેની હવે પોલ ખુલી ગઈ છે.
અશોક ગહેલોતે કહ્યું કે, ભાજપના નેતાઓ અને અમારી પાર્ટી છોડી ચુકેલા લોકો સામે દરેક ઘરમાં ગુસ્સો છે. મારું માનવું છે કે, તેઓ પણ તેને સમજે છે અને તેમાંથી મોટાભાગના અમારી સાથે આવી ચુક્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તમે વિચારી શકો છો કે સરકારમાં તો અમે છીએ, હોર્સટ્રેડિંગ થઈ રહી હતી. કેવી રીતે અમારે ધારાસભ્યોને એકસાથે રોકવા પડ્યાં, પરંતુ ભાજપના ધારાસભ્યોને કંઈ વાતની ચિંતા છે. ત્રણ-ચાર જગ્યા પર તે લોકો ધારાસભ્યોને કેદ કરી રહ્યાં છે અને તે પણ ચૂંટી-ચૂંટીને તેમનામાં તિરાડ નજર આવી રહી છે.
અશોક ગહેલોતે કહ્યું, કૈલાશ મેઘવાલે પહેલા નિવેદન આપ્યું હતું. રાજસ્થાનમાં ક્યારેય આ પ્રકારની પરંપરા નથી રહી, સૌને ખબર છે કે હું વારંવાર કહ્યું છું. પહેલા પણ સરકારો તોડવાના બે-ત્રણવાર પ્રયાસ થયાં છે. પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષની હેસિયતથી ભૈરોસિંહ શેખાવત સાહેબના સમયે મેં વિરોધ કર્યો હતો. નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા ત્યારે પણ વિરોધ કર્યો હતો. તે સમયે બલિરામ ભગત રાજસ્થાનમાં હતા.
તેમણે કહ્યું કે, રાજ્યપાલને જઈને મળ્યો. રાજસ્થાનમાં ષડ્યંત્ર કરી સરકાર તોડવાની પરંપરા વિકસિત થવી જોઈએ નહી. ભાજપના સ્થાનિક નેતા મોટા-મોટા દાવાઓ કરી રહ્યાં હતા. પરંતુ આજે તેમની પોલ ખુલી ગઈ છે. હવે ભાજપના નેતા ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બહાર મોકલી રહ્યાં છે અને કેદ કરી રહ્યાં છે. હુ તે કહેવા માંગુ છું કે આ પરંપરા જે સર્જાય છે તે લોકશાહી માટે ખતરનાક છે.
તેમણે કહ્યું કે, અમારી લડત સરકારને અસ્થિર કરવાના ષડ્યંત્ર વિરુદ્ધ છે. વિજય અમારી જ થશે કારણ કે પ્રદેશવાસી અમારી સાથે છે. સમગ્ર પ્રદેશના ઘર-ઘરમાં ચર્ચા છે કે આ ભાજરે તમાશો કેમ કર્યો છે? સરકાર સારુ કામ કરી રહી હતી. કોરોનાને લઈને એક્સટ્રા ઓર્ડિનરી કામ કર્યું, દેશ દુનિયામાં રાજસ્થાનના વખાણ થઈ રહ્યાં હતા. જ્યાં જીવન બચાવવાનો સંઘર્ષ હોય, ત્યાં રાજનીતિ પાછળ થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.