ટીવી એક્ટર દિલીપ જોશી ટૂંક સમયમાં સસરા બનવાના છે. તેમની દિકરી નિયતિ જોશીએ યશોવર્ધન મિશ્રાને પોતાના પતિ તરીકે પસંદ કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મ તેમના લગ્ન આજે એટલે કે, 8 ડિસેમ્બર 2021ના રોજ નાસિકમાં થવાના છે.
તો વળી બે દિવસ બાદ એટલે કે, 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં રિસેપ્શન ફંક્શન રાખવામાં આવ્યું છે. જ્યાં દિલીપના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી સ્ટાર કાસ્ટ અને ટીમ મેમ્બર્સ તથા ઈંડસ્ટ્રીના કેટલાય જાણીતા સેલિબ્રિટીઝ શામેલ થશે.
દિલીપ સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે, નિયતિ અને યશોવર્ધન લગભગ 4 વર્ષથી એક બીજાને પસંદ કરે છે. બંનેએ એક સાથે કોલેજમાં અભ્યાસ કર્યો છે. બંનેની ફેમિલીવાળાને પણ આ સંબંધની જાણ છે. જો કે, લોકડાઉનના કારણે તેમના લગ્નનું પ્લાનિંગ પોસ્ટપોન કરવું પડ્યું હતું.
જ્યારે સ્થિતી કંટ્રોલમાં આવી અને લોકડાઉન ખુલ્યું તો બંને પરિવારે લગ્નનું સારામાં સારૂ મુહૂર્ત જોયું. 8 ડિસેમ્બરના રોજ એટલે કે આજે નાસિકમાં નિયતી અને યશોવર્ધન લગ્નના બંધને બંધાશે. બીજા દિવસે તેઓ મુંબઈ પાછા ફરશે, જ્યાં 11 તારીખે મુંબઈમાં ગ્રાંડ રિસેપ્શન હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.