વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. જિગ્નેશ મેવાણી હાલ આઈસોલેશનમાં છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પોતાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરતા લખ્યુ છે કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જે છેલ્લા 5 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા, રાજ્યસભા સભ્ય અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને તે અંગેની જાણકારી આપી છે. તેમણે લખ્યુ છે કે, મારો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં હું દિલ્હીના નિવાસ સ્થાને કોરન્ટાઈન થયો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.