રાજસ્થાનના અલવારમાં બે દિવસથી ગુમ 17 વર્ષીય વિદ્યાર્થિની ઇજાગ્રસ્ત અવસ્થામાં કૂવામાં પડેલી મળી. આ ઘટના સંબંધમાં પોલીસ આરોપી બનેવીને કસ્ટડીમાં લઈ લીધો છે. વિદ્યાર્થિની ગુમ થયાનો રિપોર્ટ કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ 2 માર્ચ 2022થી ગુમ થયેલી છોકરીને પોલીસ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી.અને CCTV ફૂટેજ અને આરોપી બનેવીએ આપેલી નિશાની પર છોકરીને સૂકા કૂવામાંથી શોધી કાઢવામાં આવી.
લગભગ 35 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ છોકરીને બહાર કાઢવામાં આવી. આ ઘટનાની તપાસ ASI વિજેન્દર સિંહને સોંપવામાં આવી હતી. તેમણે વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી છોકરી પોતાના બનેવી સાથે જતી નજરે પડી. તેના આધાર પર બનેવીની પૂછપરછ કરી તો જણાવા મળ્યું કે તેણે છોકરીનું ગળું દબાવીને કૂવામાં ફેકી દીધી હતી.અને ત્યારબાદ NDRF અને FSLની ટીમની સહાયતાથી મંગળ વિહાર સ્થિત નગર વિકાસ ન્યાસના ખાલી પ્લોટમાં બનેલા કૂવામાંથી છોકરીને કાઢવામાં આવી
છોકરીને તપાસી જોયું તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. આ સંબંધમાં આરોપી બનેવીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે તો વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેના કારણે તેને જયપુર રેફર કરી દેવામાં આવી છે.અને પોલીસ અધિક્ષક તેજસ્વિનીએ જણાવ્યું કે છોકરીના પરિવારજનોએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
છોકરી કૂવામાં પડી હોવાની જાણકારી મળતા જ SP તેજસ્વી ગૌતમ, ASP શ્રીમન મીણા, ASP સરિતા સિંહ, કોતવાલી પોલીસ સ્ટેશન અને અરાવલી પોલીસ સ્ટેશનના SHO, NDRF અને ADRFની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરીને કૂવામાંથી બહાર કાઢી. આ કાર્યવાહીમાં કોતવાલી પોલીસ અને SDTની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ઘટનામાં પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે અને છોકરી સાથે કોઈ દૂર્ઘટના તો નથી થઈને. હાલમાં છોકરીનો બનેવી પોલીસ કસ્ટડીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.