મણિપુરની સરકારે મ્યાનમારથી આવનારા લોકોની એન્ટ્રી પર બેન લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશને લઈને 5 જિલ્લાના કમિશ્નરને ચિઠ્ઠી લખવામાં આવી છે.
આ તમામ જિલ્લા મણિપુરની બોર્ડર સાથે જોડાયેલા છે. સરકારે કહ્યું કે ફક્ત માનવીય અથવા પછી મેડિકલની જરુરિયાતના આધાર પર જ લોકોને ભારતમાં આવવા દેવામાં આવશે.
તેવામાં જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે તેમને દેશમાં ઘૂસવા ન દે. શરણાર્થીઓ માટે રાહત શિબિર બનાવે તથા ન ખાવા પીવાની વ્યવસ્થા કરે. તે શરણ માંગવા આવે તો તેને હાથ પગ જોડી પાછા મોકલી દેવામાં આવે. તમામ જિલ્લા પાસેથી રિપોર્ટ માંગવામાં આવી છે.
મિજોરમના અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા સૈન્ય સત્તાપલટા બાદથી ત્યાંથી રાજ્યમાં આવનારા શરણાર્થીઓની સંખ્યા 1હજાર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 100 લોકોએ તેમના દેશમાં પાછા મોકલી દેવાયા છે. પરંતુ તે છુપાઈને પાછા ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શુક્રવારે મોરે તામૂ બોર્ડર પર મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકોએ ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ હતા. જો કે સુરક્ષાકર્મીઓએ તેમને આવવા નહોંતા દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.