પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 150થી 200 જેટલા લોકોએ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો અને તેમને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત કાર્યકર્તાઓની ગાડીના કાંચ તોડીને તેમને ધમકીઓ પણ આપવામાં આવી હતી.
શનિવારે મોડી રાત્રે જિલ્લા SOGએ અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે.
મતદાન પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક શાળાની બહાર મારુતિવાનમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તા જેકિશન વસાવા અને તેમના બે દીકરા સહિત અંકિત ગામીત, કિરણ ગામિત અને સાગર નામના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારના લોકોને સ્લીપ આપી રહ્યા હતા.
150થી 200 જેટલા કાર્યકર્તાઓએ સાથે આવ્યા હોવાના કારણે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તા સાગર રાઠોડે વીડિયો ઉતાર્યો હતો. જેથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓ અને અલ્પેશ કથીરિયાએ સાગર રાઠોડને વીડિયો કેમ ઉતારે છે તેવું કહી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ PAASના કાર્યકર્તા હોય BTPના કાર્યકર્તાઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છોટુ વસાવાના માણસો છીએ, ત્યારે PAASના કાર્યકર્તાઓએ BTPના કાર્યકર્તાને જણાવ્યું હતું કે, તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો તમને અહીં કોને બોલાવ્યા હતા, જીવતા સળગાવી દેશું આવી ધમકીઓ આપીને ગાડી પર પથ્થરમારો કર્યો હતો અને BTPના કાર્યકર્તાને માર માર્યો હતો.
આ ઉપરાંત અંકિત ગામીત નામના કાર્યકર્તાને વાનની બહાર ફેંકીને તેના ખિસ્સામાં રહેલા 2 હજાર રૂપિયા કાઢી લીધા હતા. જેકિશનની સોનાની ચેન આંચકી લીધી હતી. આ ઉપરાંત વીડિયો ઉતારી રહેલા સાગર નામના કાર્યકર્તાનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.