જિંદગીની જંગ હારી ગઇ ઉન્નાવની ગેંગરેપ પીડિતા, સવારે જ ડૉકટરને પૂછયું હતું- શું હું બચી જઇશ…?

byઉત્તરપ્રદેશના ઉન્નાવમાં આગના હવાલે કરાયેલ રેપ પીડિતાનું શુક્રવાર મોડી રાત્રે 11.40 વાગ્યે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું. યુવતીને ગુરૂવાર સાંજે એકલિફ્ટ કરીને લખનઉની શ્યામ પ્રસાદ મુખર્જી (સિવિલ) હોસ્પિટલથી દિલ્હી લવાઇ હતી. દિલ્હી એરપોર્ટથી સફદરગંજ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ડોકટરે કહ્યું હતું કે પીડિતાનું શરીર 90 ટકા બળી ચૂકયું છે. પીડિતાએ શુક્રવાર સવારે જ ડૉકટરને પૂછયું હતું કે શું હું બચી જઇશ?

  • સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી. સાંજે તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો. તેની સારવાર શરૂ કરાઇ અને તેને બચાવાની પૂરી કોશિષ કરી પરંતુ 11.40 વાગ્યે તેનું મોત થઇ ગયું. પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.
  • પોલીસ કસ્ટડીમાં પાંચેય આરોપીઆપને જણાવી દઇએ કે ઉન્નાવ બિહાર પોલીસ અંતર્ગત રેપ પીડિતા (20)ને ગુરૂવારે વહેલી સવારે પાંચેય લોકોએ જીવતી સળગાવી દીધી હતી. ઘટનામાં સામેલ તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે શિવમ ત્રિવેદી નામના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી રાયબરેલી લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પીડિતાએ આરોપ મૂકયો હતો કે ત્રિવેદીએ મોબાઇલમાં તેનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે સતત દુષ્કર્મ કરતો રહ્યો. યુવતીએ કહ્યું કે શિવમે કેટલાંય શહેરોમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું પરંતુ શિવમ માન્યો નહીં. યુવતીને સળગાવનાર એક અન્ય આરોપીએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું જે થોડાંક દિવસ પહેલાં જ જામીન પર બહાર આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.