જીયોએ જ્યારે 6 પૈસા વાળી ઓફર બહાર પાડી ત્યારથી જ કંપની ચર્ચામાં છે. હવે ફરીથી એક નવા સમાચાર સામે આવ્યા છે. ફરીથી રિલાયન્સ જિયોના ગ્રાહકોને એક ઝાટકો મળ્યો છે. જિયોએ જિયો ફાઇબરની પ્રિવ્યૂ ઑફર બંધ કરી દીધી છે. આ સાથે કંપની હવે પેઇડ પ્લાનમાં સિફ્ટ કરી રહી છે. તેમજ કંપનીએ કેટલાક પસંદ કરેલા યૂઝર્સોને મફતમાં લાઇવ સેટ-ટોપ-બૉક્સ આપ્યા છે.
પ્રિવ્યૂ ઑફર હેઠળ ગ્રાહકોએ કોઈ પ્લાન લેવો નહોતો પડતો. ગ્રાહકોએ ફક્ત 2,500 રૂપિયામાં કનેક્શન મેળવવું પડતું પરંતુ હવે તે નહીં થાય. જિયો ફાઇબરના કનેક્શન સાથે પહેલાની જેમજ Wi-Fi રાઉટર, બૉક્સ હજી પણ પહેલાની જેમ ઉપલબ્ધ થશે. હવે ગ્રાહકોએ કનેક્શનની સાથે બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમનો એક પ્લાન લેવો પડશે.
જિયો ફાઇબર સેવા ખરીદવા માટે ગ્રાહકોએ 2500 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. કંપની ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે રૂ. 1000 અને રિફંડ તરીકે રૂ.1500 લે છે. જો તમે જિયો ફાઇબર કનેક્શન લો છો, તો તમારે ઓછામાં ઓછા 2500 + 699 = 3199 રૂપિયા ચૂકવવા પડશે. યૂઝર્સોને નવા કનેક્શનમાં વાઇ-ફાઇ રાઉટર અને ઓએની બૉક્સ મળે છે. આ ઉપરાંત ટૂંક સમયમાં યૂઝર્સને મફતમાં સેટ-ટોપ-બૉક્સ પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.