દેશના સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર Jioએ IPL ચાહકો માટે ખાસ બે નવા પ્લાનની જાહેરાત કરી છે. ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સાથે બે નવા મોબિલિટી પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, રૂ. 555 Jio ક્રિકેટ ડેટા એડ-ઓન પ્લાન 55-દિવસની વેલિડિટી સાથે અને રૂ. 2999 વાર્ષિક પ્લાનનો બીજો પ્લાન. રૂ. 555 રૂપિયાના નવા પ્લાન હેઠળ જિયો ક્રિકેટ ડેટા એડ ઓન પેક હેઠળ ગ્રાહકોને એક વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સાથે અમર્યાદિત વોઇસ, 55 GBનો અમર્યાદિત ડેટા મળશે. વપરાશકર્તાઓ તમામ જિયો એપ્સના મફત સબ્સ્ક્રિપ્શનનો લાભ પણ મેળવી શકે છે.અને આ પ્લાનની વેલિડિટી 55 દિવસની છે.
અન્ય એક રૂ.2999નો વાર્ષિક પ્લાન છે જેમાં યુઝર્સને અમર્યાદિત વોઈસ અને 100 SMS પ્રતિદિન સાથે 2.5 GB પ્રતિ દિવસનો અમર્યાદિત ડેટા મળશે. 365 દિવસની માન્યતા સાથે આ પ્લાન એક વર્ષ માટે જિયો એપ્સ અને ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન માટે મફત સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવે છે.અને Jioએ ડિઝની+ હોટસ્ટાર સાથે ભાગીદારીમાં, બહુવિધ પોસાય તેવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે.
આ પ્લાનનો લાભ લેતા યુઝર્સ મોબાઈલ, ટીવી અથવા અન્ય ઉપકરણો પર લાઈવ મેચ જોઈ શકે છે. ડિઝની+ હોટસ્ટાર મોબાઈલ પ્લાન કોઈ વધારાના ખર્ચ વિના ડિઝની+ હોટસ્ટાર મોબાઈલ સબસ્ક્રિપ્શન સાથે જોડવામાં આવ્યા છે.અને ડિઝની+ હોટસ્ટાર પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે પસંદગીના પ્લાન પણ ઉપલબ્ધ છે.અને જેઓ મોટી સ્ક્રીન પર લાઇવ IPL મેચ જોવામાં રસ ધરાવે છે તેવા જિયોના મોબાઇલ ગ્રાહકો માટે જિયોએ ડિઝની+ હોટસ્ટાર પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે રૂ. 1,499 અને રૂ. 4,199ની યોજનાઓ સાથે ફ્રીમાં પ્લાન રજૂ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.