JIOએ 1 રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો છે. જે દેશનો સૌથી સસ્તો પ્લાન બની ગયો છો. તો જાણો તેમાં શું મળશે ખાસ.
Reliance Jioએ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. પ્લાનની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. જીયોએ જે પ્લાન લોન્ચ કર્યો છે. તેની કિંમત ફક્ત 1 રૂપિયો છે. આ શાનદાર પ્લાનને ખાસ કરીને My Jio App પર લિસ્ટ કરવામાં આવ્યો છે. અને વેબ પર જો તમે જોશો તો તેમને આ પ્લાન જોવા નહીં મળે. આ પ્લાનની વેલ્યુ પેકની અંદર પેક્સમાં પ્લેસ કરવામાં આવી છે. આવો જાણીએ JIOના 1 રૂપિયા વાળા પ્લાનના ખાસ લાભ વિશે…
આ પ્લાન તે લોકો માટે સૌથી શાનદાર છે જે ફક્ત સિમને એક્ટિવ રાખવા માંગે છે. આ પ્લાનમાં કોલિંગ અને SMSની સુવિધા નથી. 1 રૂપિયા વાળા આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આવે છે. આ પ્લાન ફક્ત 100MB ડેટા આપે છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 60kbps થઈ જશે.
જીયોનો 1 રૂપિયા વાળો આ પ્લાન દેશનો સૌથી સસ્તો પ્લાન બની ચુક્યો છે. જીયો ઉપરાંત કોઈ ટેલીકોમ કંપની 1 રૂપિયા વાળો પ્લાન ઓફર નથી કરી રહી.
Jioની પાસે 10 અને 20 રૂપિયા વાળા પ્લાન પણ છે. 10 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ વેલિડિટીની સાથે 7.47 રૂપિયાનું ટોક-ટાઈમ પણ મળે છે. જ્યારે 20 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ વેલિડિટીની સાથે 14.95 રૂપિયાનું ટોકટાઈમ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.