Reliance Jio યુઝર્સ માટે આવ્યા એક ખરાબ સમાચાર. મફત કોલ પૂરા થયા બાદ નાનો પ્રીપેડ પેક્સ પણ બંધ કરવામાં આવ્યો છે. હવે જીયો યુઝર્સ 19 રૂપિયા અને 52 રૂપિયાનું રિસર્ચ નહીં કરાવી શકે. આ પેક્સના કારણે Reliance Jioના એવરેજ રેવન્યૂ પર યુઝરને અસર પડશે.
19 રૂપિયાવાળું પેક, 52 રૂપિયાવાળું પેક સાત દિવસ માટે વેલિટ હતું. Jioએ ઈંટરકનેક્ટ યુઝર ચાર્જની રિકવરી માટે 6 પૈસા પ્રતિ મિનિટના દર પર કોલ ચાર્જિસ વસૂલવાના શરૂ કર્યા છે. IUCને લઈ લીધેલા નિર્ણય બાદ ઓછા પૈસા પેક્સ હવે દૂર કરવામાં આવ્યા છે. હવે Jioના 35 કરોડથી પણ વધારે સબ્સક્રાઈબર્સ માટે સૌથી ઓછા પૈસાનો ટેરિફ 98 રૂપિયા હશે, માત્ર જીયો ફોન રાખનારા લોકોને ફાયદો થશે.
તેનો સૌથી નાનો રિચાર્જ પ્લાન પહેલા 49 રૂપિયાનો જ રહેશે. Jio કસ્ટમર્સને હવે ઓછામાં ઓછા 98 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. તેમાં તેમને 28 દિવસ માટે રોજ 2જીબી ડેટા અને 100એસએમએસ મળશે. એ ઉપરાંત IUC ચાર્જ માટે ટોપ-અપ કરાવું પડશે. એરટેલનો 28 દિવસનો પ્લાન 35 રૂપિયાથી શરૂ થશે. જોકે એરટેલ 23 રૂપિયામાં 28 દિવસની સર્વિસ આપશે, પણ તેમાં આઉટગોઈંગ કોલ્સ નહીં કરી શકો. વોડાફોન આઈડિયા પણ 35 રૂપિયામાં 28 દિવસ માટે વોઈસ અને ડેટા સર્વિસ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.