રિલાયન્સ જિયોએ પોતાના 149 રૂપિયાના પ્રિપેઈડ પ્લાનમાં એક મોટો બદલાવ કર્યો છે. જિયોનો આ પ્રિપેઈડ પ્લાન યુઝર્સમાં ખાસ્સો લોકપ્રિય હતો. જિયોએ હવે 149 વાળા પ્લાનને ઓલ ઈન વન રિચાર્જમાં બદલી દીધો છે. એટલે કે, આ પ્લાન 222, 333,444 અને 555 રૂપિયાવાળા પ્લાનની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. બદલાવ હેઠળ 149 રિચાર્જનાં પ્લાનની વેલિડિટી ઘટાડવામાં આવી છે.
જિયોએ 149 રૂપિયાવાળા પ્લાનમાં પહેલાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી આપવામાં આવતી હતી, જે હવે માત્ર 24 દિવસ કરી દેવામાં આવી છે. સારી વાત એ છે કે, આ પ્રિપેઈડ પ્લાનમાં 200 મિનિટ નોન જિયો વોઈસ કોલિંગ મિનિટ મળશે. આ પ્લાનમાં જિયોએ ડેટા બેનિફિટમાં કોઈ બદલાવ કર્યો નથી. પણ પ્લાનની વેલિડિટી ઘટવાને કારણે હવે યુઝર્સને પહેલાં કરતાં ડેટા બેનિફિટ ઓછો મળશે,
ડેઈલી 1.5 જીબી ડેટાના હિસાબે આ પ્લાનમાં પહેલાં 42 જીબી ડેટા મળતો હતો, જે હવે ઘટીને 36 જીબી થઈ ગયો છે. આ પ્લાનમાં અનલિમિટેડ જિયો-ટુ-જિયો વોઈસ કોલિંગ, 300 મિનિટ નોન જિયો મિનિટ, દરરોજનાં 100 SMS અને ડેઈલી 1.5 જીબી ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 24 દિવસની હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.