બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર નુકસાનથી કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાં વાવેલા જીરાના પાકની હોળી કરી રહ્યા છે.
. આ વર્ષે ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ (Monsoon) પડ્યો હોવાથી ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. હવે શિયાળું પાકોમાં વિવિધ રોગને કારણે નુકસાન થઈ રહ્યું છે.
આ વખતે વાવ પંથકમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા જીરાના પાકમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો મોંઘુ બિયારણ અને ખાતર લાવી મહામહેનતે પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ વારંવાર નુકસાનન આવતા હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વાવ તાલુકાના બુકણા ગામમાં રહેતા ભાણાભાઈ મણવરે પણ તેમના ત્રણ એકર જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું. તેમના ખેતરમાં પણ ચરમી નામનો રોગ આપતાં જીરાના પાકનો સફાયો થઈ ગયો છે.
ખેડૂતો દિવસ-રાત મજૂરી કરી પાક તૈયાર કરતા હોય છે પરંતુ આટલી મહેનત બાદ પણ જ્યારે પાકમાં નુકસાન થાય છે તેઓ ભાંગી પડે છે. આ કારણે તેઓ પોતાના જ ખેતરમાં પાકની હોળી કરી સરકાર અને કુદરત સામે પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે.
કારણ કે જે થોડો ઘણો પાક તૈયાર થયો હતો તેને જો તૈયાર કરવામાં આવે તો ઉત્પાદન કરતા મજૂરી ખર્ચ વધી જાય છે. આથી ખેડૂતો પાકનો ઢગલો કરીને સળગાવી દેતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.