જીરાનું પાણી પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. તે શરીરના ટોક્સિકને બહાર કાઢે છે.
જીરાના બીજમાં ચરબી ઘટાડવાના તત્વો રહેલા હોય છે. તે ફેટને પીગળાવે છે અને સાથે જ આયુર્વેદમાં પણ જીરાને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ ગણાવાયું છે. જીરુ પાચનને માટે ફાયદો કરે છે અને શરીરના વિષૈલા પદાર્થોને બહાર કાઢે છે.
- હ્રદય રોગના દર્દીને ફાયદો કરે છે. કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
- તે ડાયજેશનમાં લાભકારી છે.
- આ સિવાય તે એસિડિટી અને ગેસમાં પણ રાહત મળે છે.
- ઊંઘ ન આવે તો પણ જીરાનું પાણી પીવાથી લાભ થાય છે.
રાતે 1 ગ્લાસ પાણી લો અને તેમાં 2 ચમચી જીરું પલાળી લો. સવારે તેને ગેસ પર ઉકાળો, પાણી અડધું થાય ત્યારે તેને પી લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.