રાજકોટ ભાજપ નેતાના દીકરા અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો

રાજકોટમાં ભાજપના આગેવાનના દીકરાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. અને ભાજપના નેતાના દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવા પાછળ પારિવારિક સંબંધોના મનદુઃખનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.

બનાવના મળતા રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્ર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પીને4 આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અને આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતાં જીતેન્દ્ર સખિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલમાં જીતેન્દ્ર સખિયાની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે, જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડીરેકટર છે. આ ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો સહિત ડી.કે. સખીયાના સમર્થકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો તેના એક દિવસ પહેલા જ જીતેન્દ્ર સખીયાના દીકરાની સગાઈ થઈ હતી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જીતેન્દ્ર સખીયાએ રાજકોટ નાના મહુવા રોડ પર આવેલી રાજ રેસિડેન્સીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને આ ઘટનાની જાણ થતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના નેતાઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.

મહત્વની વાત છે કે, ભાજપના આગેવાન ડી.કે. સખિયા દ્વારા તેમના દીકરા જીતેન્દ્ર સખીયાને માર્કેટીંગ યાર્ડના હોદ્દેદાર બનાવવા માટે ખૂબ જ મથામણ કરી હતી પરંતુ ડી.કે. સખિયાની અસમર્થતાના કારણે જીતેન્દ્ર સખીયા માત્ર માર્કેટીંગ યાર્ડના ડીરેકટર બન્યા. અને જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહત્વની વાત છે કે તાજેતરમાં જ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી દરમ્યાનનો રિપીટ થિયરીના કારણે ડી.કે. સખિયાનું પણ પત્તુ કપાયું હતું. ડી.કે. સખિયા ની જગ્યાએ તેના દીકરા જીતેન્દ્રને ટિકિટ આપવામાં આવી હતી. મહત્વની વાત છે કે ડી.કે. સખિયા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.