મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણ સામેનો ગુજરાતનો જનસહયોગ જંગ ક્કહું પણ કોરોના વોરિયરક્ર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સૌને ક્કક્કજિતશે ગુજરાત-હારશે કોરોનાનોક્રક્ર વિજયમંત્ર આપ્યો હતો.
મુખ્યમંત્રીએ રાજ્યના ૩૩ જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા સમાજ અગ્રણીઓ સંતો-મહંતો, વિવિધ વર્ગોના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે વિડીયો કોન્ફ્રન્સ સંવાદ દ્વારા આ જનઅભિયાન ક્કહું પણ કોરોના વોરિયરક્ર શરૂ કરાવ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની આપણી લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે ડરીને કે હારી-થાકીને બેસી જવા કરતાં રોજિંદી જીવન પ્રવૃત્તિઓ કેટલાક નિયમોના પાલન સાથે કરવાની, કોરોના સાથે-કોરોના સામે જીવવાની માનસિકતા કેળવવી પડશે.
તેમણે હું મારા વડીલ-વયસ્ક વૃદ્ધોને અને બાળકોને ઘરની બહાર નહિં નીકળવા દઉ, માસ્કનો અવશ્ય ઉપયોગ કરીશ અને કામ વગર ઘરની બહાર નીકળીશ નહિ તથા દો ગજની દૂરી-સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીશ એ ત્રણ સંકલ્પ આ અભિયાન તહેત પ્રત્યેક વોરિયર લે અને કાયમ તેનું પાલન કરે તેવી પૂનઃ અપિલ પણ કરી હતી. તા.રરમી મે એ સેલ્ફ્ી વીથ દાદા-દાદી,તા.ર૪મી મે એ સેલ્ફ્ી વીથ માસ્ક સુરક્ષા કવચ,તા.ર૬મી મે એ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો સંકલ્પ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.