જીતુ વાઘાણીની વિદાય છતાં નજરઅંદાજ નહીં કરી શકાય, મંત્રીઓને હોદ્દા મુજબ વેતરી નાખશે ભાજપ

ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને ત્રણ મહત્વની બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. જેના કારણે હાઈકમાન્ડની ચિંતામાં તોતિંગ વધારો થયો હતો. કોંગ્રેસમાંથી આયાત કરવામાં આવેલા ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરનો પરાજય થતા ભારતીય જનતા પાર્ટી ઉંઘતી ઝડપાય ગઈ હતી. લોકપ્રિય નેતા હોવા છતાં ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર સાવ નવાસવા ઉમેદવાર હોય તેમ અણીના છઠ્ઠા ભાગમાં કોંગ્રેસના ઉમેદવારો સામે ધરાશાયી થઈ ગયા હતા.

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની આંખોમાં રોષ જોવા મળ્યો હતો. એવી વાતો પણ હતી કે સીએમ વિજય રૂપાણીની હાજરીમાં અમિત શાહે જીતુ વાઘાણીને તતડાવી નાંખ્યા હતા. પણ હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીને હટાવી નવા અધ્યક્ષની વરણની કરવાની વાતો ચર્ચાય રહી છે. તહેવારોનો માહોલ હોવાના કારણે ભાજપ શાંત હતું પણ હવે વહેલા તે પહેલાના ધોરણે ભાજપ પોતાનું સંગઠનનું માળખુ બદલશે. જેમાં સૌની નજર જીતુ વાઘાણી ઉપર મંડાયેલી છે. જીતુ વાઘાણીને આગામી સમયમાં અધ્યક્ષ તરીકે બરકરાર રાખવામાં આવે છે કે પછી તેમની જગ્યાએ નવા નેતાની વરણી કરવામાં આવે છે તેના પર મોટું પ્રશ્નવાચક ચિન્હ ઉભર્યું છે.

વાત એવી છે કે જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે વખતે સીએમ વિજય રૂપાણીની ગુજરાતમાં તાજપોશી કરવામાં આવી ત્યારે જીતુ વાઘાણીને પણ મોટું પદ આપવામાં આવ્યું હતું. જેમાં જીતુ વાઘાણીનો કાર્યકાળ હવે સમાપ્ત થવા પર છે. ભાજપ જો જીતુ વાઘાણીને રિપીટ કરે તો કોઈ સમીકરણ રચાવાના નથી, પણ જો વાઘાણીને રિપીટ કરવામાં ન આવે તો તેમને કદ પ્રમાણે મોટું મંત્રી પદ આપવું ભાજપ માટે જરૂરી બની જાય છે. જેના કારણે મંત્રીમંડળમાંથી કોઈ એક નેતાની વિકેટ પડી જશે. જો કેબિનેટમાં ફેરફાર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મંત્રીઓની સંખ્યા દક્ષિણ અને મધ્ય ગુજરાત કરતા વધી જાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.