શિલોંગઃ કોરોના સામે હાલમાં આખી દુનિયા લડી રહી છે. પરંતુ આ બિમારી સામે જે લોકો લડી રહ્યા છે, તે આપણા ડોક્ટર છે. એવામાં સ્વાભાવિક છે કે, તેઓ કોરોનાના શિકાર થઈ રહ્યા છે. મેઘાલયમાં એવા જ એક ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત થયુ છે. પરંતુ બુધવારે (15 એપ્રિલ) જ્યારે તેના શબને અગ્નિસંસ્કાર માટે લઈ જાવામાં આવતુ હતુ, ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
WHO કહે છે કોરોના પીડિત શબને જલાવવામાં આવેઃ ડોક્ટર જોન એલલ સાયલો શિલોંગનાં બેથની હોસ્પિટલનાં ડાયરેક્ટર હતા. અને તેઓ રાજ્યનાં પહેલાં કોરોના પોઝીટીવ દર્દી હતા. જ્યારે તેમનું મોત થયુ ત્યારે ડબલ્યુએચઓનાં નિયમો મુજબ, તેનાં શબના અગ્નિસંસ્કાર કરવાના હતા. પરંતુ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે, અંતિમ સંસ્કારથી જે ધુમાડો નીકળશે તેનાંથી આસપાસનાં લોકોને પણ ચેપ લાગી ના જાય.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતનાં મોત બાદ તેનાં શબના અગ્નિસંસ્કાર કરવા જરૂરી છે, બાદમાં તેની અસ્થિઓને શબપેટીમાં રાખીને પરંપરા મુજબ દફન કરી શકાય છે. પરંતુ સ્થાનિક લોકોનાં વિવાદ બાદ એવું થઈ શક્યુ નહોતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.