હરિયાણામાં સરકાર રચવા માટે જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ભાગીદારી કર્યા પછી તરત જેલની સજા કાપી રહેલાં JJP નેતા અજય ચૌટાલાને ફર્લો મળવા અંગે પ્રિયંકાએ ટોણો મારતાં કહ્યું છે કે, ‘ભ્રષ્ટાચારનું વોશિંગ મશીન’ ચાલુ જ છે. ચૌટાલાને મળી રહેલી ફર્લો અંગેના સમાચારનો હવાલો આપીને તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘અખિલ ભારતીય ભ્રષ્ટાચાર ધુલાઈ મશીન ચાલુ આહે’ (અખિલ ભારતીય ભ્રષ્ટાચાર મશીન ચાલુ છે). ભાજપ પર નિશાન સાધતાં કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના અધ્યક્ષ રોહન ગુપ્તાએ પણ કહ્યું કે, ‘આ છે ન્યુ ઈન્ડિયા, જ્યાં ખુરશી પર ખતરો આવે ત્યારે બધુ જ શક્ય બની જાય છે.’
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં સરકાર બનાવવા માટે ભાજપે JJP સાથે હાથ મિલાવ્યા છે. JJPના દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા હાલ ભ્રષ્ટાચારના ગુના હેઠળ 10 વર્ષનો જેલવાસ ભોગવી રહ્યા છે. ભાજપ સાથે હાથ મિલાવવાના નિર્ણય પછી તરત જ અજય ચૌટાલાને 2 સપ્તાહની ફર્લો મળી ગઈ હતી.
તિહાર જેલના DGએ સમાચાર સંસ્થાને આપેલ માહિતી મુજબ, અજય ચૌટાલાની ફર્લો મંજુર થઈ ગઈ છે અને મોડામાં મોડા આવતીકાલ સવાર સુધીમાં તેઓ 2 સપ્તાહ માટે ઘરે જઈ શકશે.
જેલની સજા કાપી રહેલા કેદીઓને સજાના અમુક વર્ષ પછી આપવામાં આવતી રાહતને ફર્લો કહેવાય છે. અગાઉ ત્રણ વખત અજય ચૌટાલાની ફર્લોની માંગણી નામંજૂર કરી દેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.