J&K ક્રિકેટ એસોસિએશનમાં પૈસાની ઉચાપાત મામલે ED ફારુક અબ્દુલ્લાની કરી રહીં છે પુરપરછ

જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં પૈસાની ઉચાપાત મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) શ્રીનગરમાં પુછપરછ કરી રહીં છે. આ પહેલા પણ આ કેસમાં ઇડીએ તેમની પુછપરછ કરી હતી.

રાજ્યમાં ક્રિકેટ બોર્ડમાં કથિત 113 કરોડ રૂપિયાના ગોટાળાનો મામલો ઘણો જુનો છે. પહેલા આ કેસની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ કરી રહીં હતી, ત્યાર બાદ કોર્ટે તપાસ સીબીઆઇને સોંપી હતી. પાછળથી આ કેસમાં ઇડીએ એન્ટ્રી મારી, કારણકે આ કેસને મની લોન્ડ્રિંગ સાથે જોડવામાં આવ્યો હતો.

 

 

જોકે, ઓમર અબ્દુલ્લાના ઘર પર કોઇ રેડ પાડવામાં આવી નથી. ઉમરે ટ્વીટ કરી કહ્યું કે, પાર્ટી તરફથી ઇડીના સમનમાં જવાબ આવશે. આ કાર્યવાહી ગુપકાર સમજૂતિનો બદલો લેવા માટે કરવામાં આવી છે.

શું છે સમગ્ર કેસ?
વર્ષ 2002થી લઇને 2012ની વચ્ચે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ને રાજ્યમાં રમતને પ્રોત્સાહન આપવા માટે 113 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા, સીબીઆઇની તપાસ સામે આવ્યું કે આ કથિત ફંડનો પુરી રીતે ખર્ચ કરવામા આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપ હતો કે બીસીસીઆઇ દ્વારા ફાળવવામાં આવેલા ફંડમાંથી 43.69થી વધારેની ઉચાપાત કરવામાં આવી છે. સીબીઆઇએ પોતાની તપાસમાં ફારુક અબદ્દુલાનું નામ ઉમેર્યું હતું, હવે ઇડી બેંક ડોક્યુમેન્ટ્સના આધાર પર તેમને સવાલ પુછી રહીં છે.

સીબીઆઇના આરોપ અનુસાર ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યાં ત્યારે આ પૈસાની ઉચાપાત થઇ હતી. આ કેસમાં ફારુક અબ્દુલ્લાની સાથે ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન ખજાનચી અહસાન અહમદ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીર બેંકના એક કર્મચારી બશીર અહમદ મિસગર આરોપી છે. આ લોકો પર ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતનો આરોપ છે.

ફારુક અબ્દુલ્લા જ્યારે હાઉસ અરેસ્ટથી છુટ્યાં છે, ત્યારથી સમાચારમાં છવાયેલા છે. થોડા દિવસ પહેલા તેમની આગેવાનીમાં જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઇ હતી, જેમાં આર્ટિકલ 370 મામલે વાત થઇ હતી. વિપક્ષી પાર્ટીઓએ ગુકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં છે અને ગઠબંધન બનાવ્યું છે, જે આર્ટિકલ 370 ફરી રાજ્યમાં લાદવાની માગ કરશે.

શું છે આ ગુપકાર?
ગુપકાર એક રસ્તાનું નામ છે. જે માર્ગ પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું ઘર આવેલું છે. આ બેઠક પણ તેમના ઘરે જ થઈ હતી. આથી તેને ગુપકાર સમજૂતિનું નામ આપવામાં આવ્યું છે.

ગુપકારની પ્રથમ બેઠક 4 ઓગસ્ટ, 2019માં આર્ટીકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ થયાના એક દિવસ પહેલા જ એટલે કે, 4 ઓગસ્ટ 2019ના અંદાજે 8 પ્રાદેશિક પાર્ટીઓએ ફારૂક અબ્દુલ્લાના ગુપકાર રોડ સ્થિત ઘર પર એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. જેને ગુપકાર સમજૂતિ નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ પાર્ટીઓએ નિર્ણય લીધો હતો કે, તેઓ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવવા માટે એકજૂટ રહેશે. આ સમજૂતિ પર હસ્તાક્ષર કરનારા લોકોમાં નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, કોંગ્રેસ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ અને અવામી નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષો સામેલ હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.