ઘણા રોકાણકારો ખુબ ઓછા સમયમાં, પોતાની જમા પૂજીનું રોકાણ કરી, વધુ મેળવવા માંગે છે રિટર્ન

ઘણા રોકાણકારો ખુબ ઓછા સમયમાં પોતાની જમા પૂજીનું રોકાણ કરી વધુ રિટર્ન મેળવવા માંગે છે. પરંતુ એવામાં જોખમનું સ્તર પણ વધુ હોય છે.

જોખમ સ્તરને કારણે વધુ લોકો રોકાણનો વિકલ્પ પસંદ કરવામાં મુશ્કેલી અનુભવે છે. એમને સમજાતું નથી કે એમના માટે મ્યુચુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ડેટ ફંડમાં કોઈ સારો વિકલ્પ સાબિત થશે.

પહેલો વિકલ્પ, પૈસાને બેન્ક સેવિંગ એકાઉન્ટમાં રાખવું, જેના પર આશરે 3% વ્યાજ મળશે. એમાં જમા 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર તમે ઇનકમ ટેક્સ એક્ટ સેક્શન-80TTA હેઠળ ટેક્સ ડીડક્શન ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત 3થી 4 મહિના માટે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરાવી શકો છો.

સ્વિપ-ઇન-સ્વીપ-આઉટ એફડી પણ રોકાણ માટે સારો વિકલ્પ પણ છે. આમાં બેંક એટલા દિવસોનું વ્યાજ આપે છે, જેટલા દિવસોમાં પૈસા જમા થાય છે. ટૂંકા ગાળા માટે લિક્વિડ ફંડ્સમાં રોકાણ કરવાથી એફડીને લગભગ સમાન વળતર મળે છે. લિક્વિડ ફંડ્સમાં, ટૂંકા ગાળાના રોકાણ પર 3..65% ટકા વ્યાજ મળે છે.

જો તમે ટૂંકા ગાળા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા માટે અલ્ટ્રા શોર્ટ-ટર્મ મ્યુચ્યુઅલ ફંડ્સ સૌથી સારો વિકલ્પ. તેનો મેચ્યોરિટી પિરિયડ 3 થી 6 મહિના છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 5.35% વળતર આપ્યું છે, જો કોઈ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા 2% વધારે છે. ત્યાં જ ડેટ ફંડમાં રોકાણકારોને ઉપાદના= સમયની ચિંતા કરવાની જરૂર નથી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.