JNUમાં થયેલ હિંસાના પડઘા અમદાવાદમાં પડી રહ્યા છે. આ મામલે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ ગઈ છે. સોમવારે અમદાવાદના IMM કેમ્પસની બહાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે પણ JNUમાં થયેલ હિંસાનાં વિરોધ અને સમર્થન મામલામાં આજે ABVPનાં કાર્યાલયની બહાર NSUIનાં કાર્યકર્તાઓએ વિરોધ પર્દર્શન કરતા તે બંન્ને વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. હાલ ઘટના સ્થળ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંન્ને જૂથના ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અનેક આક્ષેપ કરી રહ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીના નિવેદન બાદ ABVP-NSUI ઘર્ષણ મામલે પરેશ ધાનાણીનું નિવેદન સામે આવી રહ્યું છે. ધાનાણીએ જણાવ્યું કે, ભાજપ મળતીયા મારફતે દેશમાં વિદ્યાર્થીઓને પ્રતાડિત કરે છે. JNUમાં ભાજપના પીઠબળથી હુમલો કરાયો છે. અમદાવાદમાં પોલીસની છત્રછાયામાં NSUI કાર્યકરોને માર મારવામાં આવ્યો છે. ગમે તેવી ધમકીઓ આપે પણ કોંગ્રેસ દેશ માટે લડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.