JNU ને લીધે દીપિકાની પડતી, કરોડો રૂપિયાની નુકસાનીનો થયાનો ખુલાસો

દેશમાં જાહેરાતો અને ફિલ્મો દ્વારા સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણથી પોતાના જોડાણને લઇ પ્રમુખ બ્રાન્ડસ સતર્ક થઇ રહી છે. જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલ હુમલા પ્રકરણને લઇ તેનો સખત વિરોધ થઇ રહ્યો છે. તેના વિરોધમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ તરફથી આયોજીત એક પ્રદર્શનમાં દીપિકા પાદુકોણ પણ કેમ્પસમાં ગઇ હતી. તેનાથી નારાજ એક વર્ગે દીપિકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. હવે આ વિવાદને જોઇ દીપિકા સાથે જોડેયેલ બ્રાન્ડસ પણ સતર્ક થઇ રહી છે.

કેટલીક બ્રાન્ડસએ કહ્યું કે, તેઓ દીપિકાવાળી પોતાની જાહેરાતોને ઓછી દેખાડી રહ્યા છે. ત્યાં જ નામચીન સિતારાઓના એન્ડોર્સમેન્ટ સંભાળનાર મેનેજરોએ કહ્યું તે, આગામી સમયમાં જાહેરાતોના કરારમાં આ પ્રકારના ક્લોઝનો ઉમેરો કરવામાં આવી શકે છે, જેમા કોઇ પણ સેલિબ્રિટીના રાજનીતિક વલણથી સરકારના નારાજ થવાનું જોખમનો ઉલ્લેખ હોઇ શકે છે. કોકાકોલા અને એમેઝોન વગેરેને રિપ્રેઝેન્ટ કરનાર IPG મીડિયા બ્રાન્ડ્સમાં ચીફ એગ્જિક્યૂટિવ શશિ સિંહાએ કહ્યું કે,”સામાન્ય રીતે બ્રાન્ડ સુરક્ષિત દાવ જ રમે છે. તેઓ કોઇ પણ વિવાદથી બચવા માંગે છે.”

પોતાની ફિલ્મ છપાકની રિલીઝના ત્રણ દિવસ પહેલા દીપિકા 7 જાન્યુઆરીએ જેએનયૂ કેમ્પસ ગઇ હતી. ગુંડાઓના હુમલામાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષ પાસે ઉભેલ દીપિકાની તસવીર વાયરલ થઇ ગઇ હતી. આ અંગે જ્યાં તેના સાહસની પ્રશંસા કરવામાં આવી, ત્યાં જ કેટલાક મંત્રીઓ, દક્ષિણપંથી ટ્રોલર્સોએ તેના પર નિશાનો સાદ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.