જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયનાં કેમ્પસમાં આજે સાંજે જોરદાર બબાલ અને મારઝુડ થઈ. સૂત્રોએ જણાવ્યું કે સ્ટુડન્ટ્સ યૂનિયન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વચ્ચે બબાલ થઈ. ઉલ્લેખનીય છે કે જેએનયૂ ટીચર્સ અસોસિએશને એક મીટિંગ બોલાવી હતી, જેમાં હોબાળો થયો. વિદ્યાર્થી સંગઠને દાવો કર્યો કે તેમની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓને ABVPનાં સભ્યોએ માર્યા છે. પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. બબાલ દરમિયાનની કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષ લોહીથી લથપથ જોવા મળી રહી છે.
આઇશીએ મીડિયાને જણાવ્યું કે, “મારા પર ક્રુરતાપૂર્વક માસ્ક પહેરેલા ગુંડાઓએ હુમલો કર્યો. મારું લોહી વહી રહ્યું છે.” રિપોર્ટ્સ પ્રમાણે લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનનાં કાર્યકર્તા અને જેએનયૂનાં ટીચર્સ ફી વધારાનાં મુદ્દા પર પ્રદર્શન કરી રહ્યા હતા અને આ દરમિયાન મારઝુડ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં માસ્ક પહેરીને છોકરાઓ પ્રવેશ્યા અને તેમણે લાકડીથી હુમલો કર્યો. આ દરમિયાન ટીચર્સ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાં મુકેલી કારોને પણ તોડવા-ફોડવામાં આવી. કેટલીક તસવીરોમાં છોકરીઓ પણ હાથમાં ડંડો અને નકાબ પહેરેલી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.