JNUના વાઈસ ચાન્સેલરને હટાવો : ભાજપના માર્ગદર્શક મુરલી મનોહરનું નિવેદન

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે થયેલી હિંસા મુદ્દે મોદી સરકાર વિરૂદ્ધ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયેલો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વાઈસ ચાન્સેલર એમ. જગદીશ કુમાર પર મોટો હુમલો કરતાં તેમને પદ પરથી હટાવી દેવાની માગણી કરી છે.

બીજીબાજુ કેમ્પસમાં હિંસા મુદ્દે વાઈસ ચાન્સેલરને હટાવવાની માગણી કરતાં સેંકડો વિદ્યાર્થીઓએ ગુરૂવારે માનવ સંશાધન મંત્રાલય સુધી મોરચો કાઢ્યો હતો. જોકે, તેમણે ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં તેમને અટકાવાયા હતા. આ સમયે

પોલીસ સાથે થોડોક સંઘર્ષ થતાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો હતો અને પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

ફી વધારા મુદ્દો ઉકેલવા કહ્યું પણ…

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે માનવ સંશાધન વિકાસ મંત્રાલયે બે વખત વાઈસ ચાન્સેલર એમ. જગદીશ કુમારને વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથે મળીને ફી વધારાનો મુદ્દો ઉકેલવા કહ્યું હતું, પરંતુ તેમણે એમ કર્યું નહીં અને અક્કડ વલણ અપનાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.