જો અમે સત્તામાં હોત, તો 15 મિનિટથી ઓછા સમયમાં ચીનને બહાર ફેંકી દીધું હોત: રાહુલ ગાંધી

 

કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા કિસાન રેલીમાં જોડાયેલા રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેની સરહદ પરની તંગદીલીને લઈને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું છે. હરિયાણામાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો  કે ‘પીએમ મોદીએ કહ્યું હતું કે કોઇએ પણ ભારતની ભૂમિ છીનવી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે વિશ્વમાં એક જ દેશ છે જેની જમીન બીજા દેશ દ્વારા છીનવી લેવામાં આવી છે અને વડા પ્રધાન પોતાને દેશભક્ત કહે છે. જો અમે સત્તામાં હોત, તો 15 મિનિટથી ઓછા સમયમાં ચીનને બહાર ફેંકી દીધું હોત.

પંજાબના પટિયાલામાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં જે થઈ રહ્યું છે તેનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ફરક પડતો નથી અને તેઓ માત્ર તેમની છબી સાચવે છે. ગાંધી તેમની ત્રણ દિવસીય ખેતી બચાવો યાત્રાના ભાગ રૂપે પંજાબમાં હતા, તે દરમિયાન તેમણે ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં અનેક ટ્રેક્ટર રેલીઓ યોજી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ કાયદાઓ માત્ર ખેડુતોને જ નહીં પણ ગ્રાહકોને પણ અસર કરશે.

કેન્દ્રએ કહ્યું છે કે કાયદાઓ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે અને તેમની આવકમાં વધારો થશે. તેમણે દાવો કર્યો હતો કે લોકોનો અવાજ ઉઠાવનારા મીડિયા સહિત અનેક સંસ્થાઓને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કબજે કરી છે. ગાંધીએ કહ્યું હતું કે, હું એક સ્વતંત્ર પ્રેસ અને સંસ્થાઓ ઇચ્છું છું કે જે સ્વતંત્ર હોય, આ સરકાર લાંબા સમય સુધી ટકશે નહીં.

પંજાબની તેમની મુલાકાતના અંતિમ દિવસે કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન આ કૃષિ કાયદાને સમજી શકતા નથી. તેમણે વડા પ્રધાનને પડકાર ફેંક્યો કે જો આ નવા કાયદા ખેડૂત સમુદાયના હિતમાં છે, તો તેમણે રાજ્યમાં આવીને ખેડૂતોની સાથે ઉભા રહે.

તેમના દાવાઓનાં પુરાવા આપ્યા વિના, કોંગ્રેસ નેતાએ કહ્યું કે પછી ચીને કેવી રીતે અમારી 1200 ચોરસ કિલોમીટરની જમીન છીનવી લીધી. તેમણે આરોપ લગાવ્યો, ‘તેઓ ભારત માતાની વાત કરે છે પરંતુ નરેન્દ્ર મોદીએ તેમની છબી બચાવવા ભારત માતાના 1200 ચોરસ કિલોમીટર વિસ્તારને આપી દીધો, આ હકીકત  છે. ગાંધીએ સૂચન કર્યું કે મીડિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાનને બોલાવવા જોઈએ અને તેમની સાથે ખુલાસાપુર્વક વાત કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.