અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બિડેન 20 જાન્યુઆરી 2021ના રોજ શપથ લેશે, જેના આડે હજુ 70 કરતા પણ વધારે દિવ,સો બાકી છે. ત્યારે સવાલ એ છે કે ત્યાં સુધી તેઓ શું કરશે? અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં આ બે મહિનાનો પણ અર્થ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા બાદ અને નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરુ થવા વચ્ચેના સમયને પ્રેસિડેન્શિયલ ટ્રાંજિશન કહેવામાં આવે છે. ત્યારે અત્યારે જો બિડેન માટે 70 દિવસનો પ્રેસિડેન્સિયલ ટ્રાંજિશનનો સમય છે.
ટ્રાંજિશનના આ સમય દરમિયાન લોકો દ્વારા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ એક ટ્રાંજિશન ટીમ બનાવે છે. જે કાર્યકાળ સંભાળ્યાના તરત બાદ કામ શરુ કરવા માટેની તૈયારીઓ કરે છે. નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીના દિવસે બપોરથી શરુ થાય છે. અમેરિકાના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ છે. જીત બાદ રાજધાની વોશિંગટન ડીસીમાં એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનને જ ઇનોગરેશન કહેવામાં આવે છે. આ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટનવા રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિને શપથ અપાવે છે.
અમેરિકામાં વર્તમાન સમયે 8 ડિસેમ્બર સુધીમાં રાજ્ય સ્તર ઉપર મત ગણતરી અને કાનૂની દાવપેચ પુરા થવાની શક્યતા છે. 538 લેક્ટોરલ કોલેજ આ રિઝલ્ટને પોતાની મોહર લગાવીને એમેરિકી કોંગ્રેસને સોંપશે. 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં એક સંયુક્ત સત્રનું આયોજન થશે અને તેમાં ઔપચારિક રીતે વિગતવાર પરિણામની ઘોષણા થશે.
વર્તમાન સમયે બિડેન અને કમલા હેરિસે ટ્રાંજિશન વેબસાઇટ બનાવીને જાણકારી આપી છે કે તેઓ આગળની તૈયારીમાં લાગી ગયા છે. પહેલા જ દિવસથી બિડેન અને કમલા હેરિસ પ્રશાસન કામ પુરઝડપે શરુ કરી શકે તે માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.