જો બીડેને ઇમિગ્રેશન પોલિસી અંગે સૂર બદલ્યો, ‘ટ્રમ્પે જે કર્યું એને બદલતાં થોડો સમય લાગશે’

– અગાઉ જુદો મત વ્યક્ત કર્યો હતો

ચૂંટણી ટાણે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે જો બાઇડને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમે સત્તા પર આવીશું તો ડોનાલ્ડ ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન પોલિસી તરત રદ કરીશું. પરંતુ હવે જ્યારે સત્તા ગ્રહણ કરવાનો સમય પાકી રહ્યો છે ત્યારે તેમણે સૂર બદલ્યો હતો અને કહ્યું હતું કે ટ્રમ્પે ઘડેલી નીતિ બદલવામાં સમય લાગી શકે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બાઇડેને કહ્યું હતું કે ટ્રમ્પે વધુ પડતી સખત ઇમિગ્રેશન પોલિસી ઘડી હતી. અમે સત્તા પર આવતાં વેંત એ પોલિસી રદ કરીશું. ઇમિગ્રેશન પોલિસી બદલવી અમારી અગ્રતા રહેશે. પરંતુ હવે એમણે પોતાના સૂર બદલ્યો હતો અને કહ્યું હતું કે આગલા પ્રમુખે ઘડેલી નીતિ બદલાવવામાં સમય લાગી શકે છે.

મંગળવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે ઉતાવળ કરવાની પરિસ્થિતિ વણસી શકે છે. થોડા સમય પહેલાં મારા નીતિ વિષયક સલાહકારો સાથે અમે ચર્ચા વિચારણા શરૂ કરી હતી પરંતુ મને લાગે છે કે ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિ બદલાવવામાં થોડો સમય લાગી શકે ખરો. વધુ પડતી ઉતાવણ કરીને પરિસ્થિતિ વણસાવવાનો કશો અર્થ નથી.

તેમણે કહ્યું કે શરણાર્થીઓ અંગે મેક્સિકન રાષ્ટ્રપ્રમુખ અને લેટિન અમેરિકાના પ્રમુખ જેવા અમારા મિત્રો સાથે વાટાઘાટો ચાલી રહી હતી. એ પછી શરણાર્થીઓના મુદ્દે  નિર્ણય કરીશું.

બાઇડનનો આ અભિપ્રાય એવા સમયે આવ્યો હતો જ્યારે અમેરિકામાં શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલના આંકડા મુજબ ઘુસણખોરી કરતાં પકડાયેલા અને ડિટેન્શનમાં લેવાઇ રહેલા લોકોની સંખ્યામાં ઓક્ટોબર પછી 30 ટકાનો વધારો નોંધાયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.