રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર અશોક ગેહલોત vs સચિન પાયલટની લડાઇમાં એકશન, ડ્રામા, ઇમોશન્સ, રોમાંચ, સસ્પેંસની રમત રમાય રહી છે. આમ તો કોંગ્રેસની અંદર લડાઇ છે પરંતુ ભાજપ તેના પર નજીકથી ધ્યાન રાખે છે. પાયલટ ભલે પોતાને ભાજપના સંપર્કમાં હોવાની અટકળોને નકારી ચૂકયા છે. બીજીબાજુ ભાજપ પણ આ રાજકીય ડ્રામામાં પોતાને કોઇપણ ભૂમિકાથી ઇન્કાર કરી રહ્યું છે. પરંતુ રાજકારણ જો આટલું જ સરળ હોય તો કોઇપણ તેનું ધુરંધર બની જાય. ભાજપ પાયલટને ખુશહાલભરી દ્રષ્ટિથી જોઇ રહ્યું છે અને તેનું કારણ છે તેનો જનાધાર. જો તેઓ ભાજપની સાથે આવશે તો કમ સે કમ 49 સીટો પર ફાયદો અપાવી શકે છે.
2018મા પાયલટે એ કરી બતાવ્યું જે સપનું હતું
સચિન પાયલટનો જ કરિશ્મા હતો કે તાજેતરના વર્ષોમાં રાજસ્થાનના રાજકારણમાં બે વિપરીત ધ્રુવ કહેનાર ગુર્જર અને મીણા સમુદાયનું અંતર કેટલીક હદ સુધી ઘટાડી દીધું. અતીતમાં અનામતના મુદ્દા પર થયેલા પરસ્પર હિંસક ઝડપમાં બંને સમુદાયના કેટલાંય લોકોના જીવ ગયા છે. ત્યારબાદ તેમાં કટુતા એ હદે વધી ગઇ કે બંને સાથે આવે તે અંગે કોઇ વિચાર સુદ્ધા કરી શકે નહીં. પરંતુ 2018ની વિધાનસભા ચૂંટણીમાં પાયલટે તેને કરી દેખાડ્યું.
ગુર્જર અને મીણાને એક સાથે સાધવામાં સફળ થયા પાયલટ
2004મા પહેલી વખત સાંસદ બનતાની સાથે જ પાયલટે ગુર્જર-મીણા એકતાની ભૂમિકા નિભાવી હતી. તાબડતોડ એકતા રેલીઓ કરી હતી. તેમની કોશિષોનું પરિણામ હતું કે એક સમયના એકબીજાના કટ્ટર વિરોધીઓ મનાતી બંને જાતિઓએ 2018મા કોંગ્રેસની એવી ઝોળી ભરી કે ભાજપને સત્તામાંથી હાથ ધોવો પડ્યો. ગેહલોતની વિરૂદ્ધ આરપારની રાજકીય લડાઇમાં પાયલટની સાથે કમ સે કમ 5 મીણા ધારાસભ્ય છે જે આ સમુદાયમાં તેમની સ્વીકાર્યતાનો હાજિયો પૂરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.