કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન મહિનામાં ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આધારે ગરીબોને 5 કિલો અનાજ ફ્રીમાં આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી 80 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ દેશના ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું હતું.
નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ (NFSA)પર દરેક રાજ્યોના ટોલ ફ્રી નંબરમળી રહ્યા છે. તેની પર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોઁધી શકો છો. તમે આ સિવાય NFSA ની વેબસાઈટ https://nfsa.gov.in પર જઈને મેલ લખીને પણ ફરિયાદ કરી શકો છો.
જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાના ભોજનનો કોટા મળી રહ્યો નથી તો તે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધી શકે છે.
માની લો કે તમારા રાશન કાર્ડમાં 4 લોકોના નામ છે તો એક વ્યક્તિને 5 કિલોના આધારે કુલ 20 કિલો અનાજ મળી શકે છે. આ અનાજ દર મહિને મળનારા રાશનથી અલગ હશે. જો તમે દર મહિને રાશન કાર્ડ પર 5 કિલો અનાજ મળે છે તો તમે મે અને જૂન મહિનામાં 5 કિલો વધારે અનાજ મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.