કેન્દ્ર સરકારે ફરજિયાત કર્યુ સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ,જો નિયમોનું પાલન ન થયું તો થશે જેલ

જો તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેની પહેલા નિયમો જાણી લેવા જરુરી છે.  કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 15 જૂનથી તમામ જ્વેલર્સ માટે અનિવાર્ય છે કે તે ફક્ત બીઆઈએસ પ્રમાણિક ઘરેણા વેચે.

ગોલ્ડ હોલમાર્કિંગને લઈને કેન્દ્ર સરકાર ગત દોઢ વર્ષથી આનું પ્લાનિંગ  કરી રહી છે. આ આદેશને આજથી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આ આદેશ પહેલાથી લાગૂ થઈ શકતો હતો. પરંતુ દેશમાં કોરોનાને કારણે તેને અમલમાં ન લાવી શક્યા.

આધાર ભારતની એજન્સી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ કરે છે. હોલમાર્કિંગમાં કોઈ ઉત્પાદકને નક્કી માપદંડ પર પ્રમાણિત કરાય છે. ભારતમાં તે કામ માટે  BIS સંસ્થા છે. જે ગ્રાહકોને મળનારી ગુણવત્તાની તપાસ કરે છે. સોનાના સિક્કા કે ઘરેણા કોઈ પણ સોનાના આભૂષણ જે બીઆઈએસ દ્વારા હોલમાર્ક કરાયા છે તેની પર લોગો હોવો જરૂરી છે. તેનાથી ખ્યાલ આવે છે કે લાયસન્સ પ્રાપ્ત પ્રયોગશાળામાં તેની શુદ્ધતાની તપાસ કરાઈ છે.

જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે  તો 1 લાખથી લઈને જ્વેલરીના ભાવના 5 ગણા સુધીનો દંડ કરવામાં આવશે. બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 હેઠળ સજા થઈ શકે છે. જ્વેલર્સને દગાખોરીની સાથે 1 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે.

પહેલા આ નિયમ જાન્યુઆરી 2021માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને 1 જૂન સુધી વધારાયો અને હવે તેને 15 જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે.

તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્ટર પર અથવા ઘરેણા વેચનારને ત્યાં જઈને તમારા જૂના ઘરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે.  બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જ્વેલર્સ માટે લાગૂ કરવામાં આવ્યો છે.

સરકારના આ પગલાથી સોનાની શુદ્ધતાનું પ્રમાણ સરળતાથી આપી શકાશે. તેનું પ્રમાણ હોવાથી હોન્ડક્રાફ્ટ ગોલ્ડ માર્કેટને પ્રોત્સાહન મળશે. આ સાથે જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો પણ વિસ્તાર થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.