કરનાલ(હરિયાણા): રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને આતંકથી લડાઇમાં મદદ માટે સેના મોકલવાની ઓફર કરી છે. તેમણે કહ્યુ, ”હું પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને એક સલાહ આપવા માંગુ છું. જો તમે આતંકવાદ સામેની લડાઈમાં ગંભીર હો, તો અમે તમારી સહયતા કરવા માટે તૈયાર છીએ. જો તમને સૈન્ય સહાયતા જોઇએ તો અમે ભારતની સેના તમારી મદદ માટે મોકલી આપીશું. ”
રક્ષામંત્રીએ કાશ્મીર પર ઈમરાન ખાનના વલણની પણ ટીકા કરી. તેમણે ઈમરાનના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર સંઘર્ષની વાત કરે છે. તેમને આ ખલાય મનમાંથી કાઢી નાખવો જોઇએ. કાશ્મીર મુદ્દા પર અમારા પર કોઇ દબાણ કરી શકે નહીં.
આ પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલ વિમાન મળ્યા બાદ શસ્ત્રપૂજાની ટીક કરવા પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આવા નિવેદનોથી પાકિસ્તાનને તાકાત મળે છે. રાજનાથે કહ્યું, ”આપણને એક નવું વિમાન મળ્યું છે જે ખૂબ શક્તિશાળી છે. તેનો ઉપયોગ કર્યા પહેલા શસ્ત્રૂપજા કરવાની હતી તેથી મેં તે લડાકૂ પ્લેન પર ઓમ લખ્યો અને તેને રક્ષાસૂત્ર બાંધ્યું. કોંગ્રેસના નેતાઓએ તેના પર પણ વિવાદ ઉભો કરી દીધો. શું તમે ઓમ શબ્દ પર આપત્તિ દર્શાવો છો. શું આપણે આપણા ઘર પર ઓમ નથી લખતા.”
બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો દેશ પાસે રાફેલ હોત તો પાકિસ્તાનમાં જવાની જરુર ન પડત. રાજનાથે કહ્યું, જો આપણી પાસે રાફેલ વિમાન હોત તો મારું માનવું છે કે બાલાકોટ એરસ્ટ્રાઇખ માટે આપણને પાકિસ્તાન જવાની જરુર ન પડત. આપણે ભારતમાં બેસીને જ અહીંથી આતંકી કેમ્પોને નષ્ટ કરી શકતા હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.