છેલ્લા કેટલાક દિવસોથી પ્રસ્તાવિત વાહનના ભંગારના નિયમોને કેબિનેટની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે, તો વર્ષ 2005 પહેલાના રજિસ્ટર્ડ વાહનો માટે ફરીથી રજિસ્ટ્રેશન અને ફિટનેસ કરાવવું મોંઘુ પડી શકે છે. સરકારના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2005 પહેલાના રજિસ્ટર્ડ બે કરોડથી વધારે વાહન રસ્તા પર છે.
કેબિનેટ નોટને મંજૂરી
સરકારના આ સ્ટેપથી આ વાહનોને ફરીથી નોંધણી કરાવવી મોંઘી સાબિત થઇ શકે છે. નવા ઉત્સર્જન માનકો પ્રમાણે નવા વાહનોની સરખામણીએ આ વાહન 10 થી 25 ટકા સુઘી વધારે પ્રદૂષણ ફેલાવે છે. ગત સપ્તાહે રસ્તા, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એમને પ્રસ્તાવિત નીતિ પર બનાવવામાં આવેલા કેબિનેટ નોટને મંજૂરી આપી દીધી છે.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વાહન બજારમાં ખૂબ પ્રગતિ થઇ છે. જો જૂના પ્રદૂષણ ઉત્સર્જન માનકો સાથે સરખામણી કરીએ તો વર્ષ 2005થી જૂના વાહન નવા માનકોથી 10 થી 25 ટકા વધારે પ્રદૂષણ ફેલાવે છે. એટલે સુધી કે જો આ વાહનોની દેખભાળ સાવધાનીથી પણ કરવામાં આવે, તો પણ એ ઉત્સર્જન માનકોથી વધારે પ્રદૂષણ કરશે. સાથે જ રસ્તા સુરક્ષા માટે હાનિકારક છે.
મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પ્રસ્તાવિત નીતિમાં પ્રાઇવેટ વાહનો માટે રજિસ્ટ્રેશન ફી વધારવાની સાથે ટ્રાન્સપોર્ટ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેશન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. આવા વાહનોને રસ્તાથી હટાવવા માટે પ્રસ્તાવિત નીતિમાં બીજી ઘણી જોગવાઇ થઇ શકે છે. એમાં ટ્રાન્સપોર્ટ વાહનોને દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેશન જરૂરી બનાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.