જો તમને રહે છે ઘૂંટણનું દર્દ, તો અપનાવો આ દેશી,સરળ અને ઘરેલુ ઉપાય…..

ઘૂંટણના દર્દીની સમસ્યા રમત ગમત સાથે સંકળાયેલા લોકો અને વૃદ્ધ વ્યક્તિઓને વધારે રહે છે. તો જાણો કયા કારણોના લીધે થાય છે ઘૂંટણનું દર્દ.

મુખ્ય રીતે વાત કરવામાં આવે તો ઘૂંટણનું દર્દ ટેંડઇનાઈટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઈટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઈટિસ જેવી મેડિકલ કંડીશનના કારણે થાય છે.  આ સિવાય રમત ગમત સમયની કોઈ દુર્ઘટનાના કારણે પણ આ દર્દની સમસ્યા કાયમ માટે રહી શકે છે.

સફરજનના વિનેગરમાં અનેક ઔષધિય ગુણો હોય છે જે તમારી હેલ્થ માટે પણ પ્રભાવી રીતે ફાયદારૂપ સાબિત થાય છે. એક ચમચી સફરજનનું વિનેગર ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તેમાં દર્દ નિવારણ ગુણ હોય છે જે ઘૂંટણના દર્દને દૂર કરવામાં અસરકારક રહે છે.

એક લીંબુ લો અને તેને કાપીને તેનો રસ કાઢી લો. હવે તેમાં 2 ચમચી તલનું તેલ મિક્સ કરો. બંનેને મિક્સ કર્યા બાદ હાથથી આ તેલની મદદથી ઘૂંટણની માલિશ કરો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ચાલવાની આદત રાખો. આ દેશી ઉપાયને ટ્રાય કરવાથી તમને દર્દમાં રાહત મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.