રાજ્યના રસ્તાઓની હાલત કેવી છે તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તારમાં રસ્તાઓની હાલત જોશો તો તમારી આંખો પણ પહોંળી થઈ જશે. વાત છે મહેસાણાના બલોલથી બેચરાજી જતાં રોડની, અહીં રસ્તાઓ પર ખાડા નથી પણ ખાડાઓની વચ્ચે રસ્તા છે. જ્યાં જુઓ ત્યાં બિસ્તાર રસ્તો છે, વાહનચાલકો એટલી હદે પરેશાન છે કે હવે તે આ સહન નથી કરી શકતાં.
ગુજરાતના બીજા હાઈવેની હાલત પણ ખુબજ કફોડી છે. જેમકે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે, વલભીપુર હાઇવે જેવા અનેક હાઇવે પર હાલ ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે. જેથી અકસ્માત સર્જાવાની સ્થિતિ અવારનવાર બનતી હોય છે. જ્યારે સરકારને સામાન્ય જનતાની સુરક્ષાને લઈને કોઈ ચિંતા હોય તેવું લાગી રહ્યું નથી. આ પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે, જ્યારે કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તા રાખતા હાઇવેના રોડનું ધોવાણ થતું રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.