ચીન બાદ અમેરિકાએ હવે પાકિસ્તાનને જમ્મુ -કાશ્મીર મુદ્દા પર મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકાન રાષ્ટ્રરતિ જો બાયડન પ્રસાશન તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની જમ્મુ -કાશ્મીર સંબંધી નીતિમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. સાથે અમેરિકાએ ઘાટીમાં 4જી નેટવર્ક સેવાનું સ્વાગત કર્યુ છે.
અમેરિકાએ 4જી ઈન્ટરનેટ સુવિધા શરુ કરવાના પગલાનું સ્વાગત કર્યુ
આ પહેલા અમેરિકન વિદેશ મંત્રાલયના દક્ષિણ તથા મધ્ય એશિયા બ્યૂરોએ ટ્વીટ કરી જમ્મુ – કાશ્મીરમાં 4જી ઈન્ટરનેટ સુવિધાનું સ્વાગત કર્યુ છે. ટ્વીટમાં કહ્યું છે કે ભારતના જમ્મુ -કાશ્મીરમાં 4જી ઈન્ટરનેટ સુવિધા શરુ કરવાના પગલાનું સ્વાગત છે. આ સ્થાનીય નિવાસિયોની સાથે એક મહત્વપૂર્ણ પગલુ છે.
ઉલ્લેખનીય છે કે 2008માં જ્યારે બાયડનને આ સન્માન મળ્યું તેના થોડાક મહિના પહેલા જ બાયડન અને સેનેટર રિચર્ડ લૂગર પાકિસ્તાનને દર વર્ષે દોઢ બિલિયન ડોલરની બિન સેન્ય મદદનો પ્રસ્તાવ લાવ્યા હતા. લુગરને પણ ‘હિલાલ-એ-પાકિસ્તાન’આપવામાં આવ્યો હતો. સાથે બાયડનને કાશ્મીરને લઈને પાકિસ્તાનને પસંદવાળા નિવેદનો આપ્યા હતા. એટલા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આશા હતી કે અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા બાદ બાયડનનો કુણું વલણ તેમના તરફ હશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ- કાશ્મીરના દરજ્જાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અનેક પ્રસ્તાવોમાં અને આંતરરાષ્ટ્રીય સમુદાયોના માધ્યમથી વિવાદિત મનાયું છે. તેવામાં આ ઉલ્લેખ અસંગત છે.
ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારમાં જમ્મુ- કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો હટાવીને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવી દેવાયા હતા. તે બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4જી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. જો કે આતંકી નેટવર્કને નબળુ પાડવા માટે આ મહત્વનું પગલુ સાબિત થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.