ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદની મુલાકાતે છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર નડ્ડાએ સભાને સંબોધન કર્યું હતું.અને તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું.
તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડાને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયાં હતા. કમલમમાં હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ગુજરાતના 300થી વધુ ધારાસભ્યો અને સાંસદો સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપે પોતાના જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા હતા. જે.પી.નડ્ડા કમલમમાં આવતાંની સાથે જ સીધા અલગ રૂમમાં ગયા હતા અને જ્યાં ભાજપના સૌપ્રથમ સાંસદ અને ભાજપના અગ્રણી એ.કે પટેલ સાથે લગભગ 15 મિનિટ સુધી બેઠા હતા.
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ઢોલ-નગારાં સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં કમલમને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે.પી નડ્ડા સાથે તમામ ધારાસભ્યો, સંસદસભ્યો સહિતના નેતાઓની બેઠક યોજાઇ છે. જેને લઈ તમામ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા.
તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું, સવારમાં વહેલી સવારે અહી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા, તેવુ બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. કોઈએ અમારી પાર્ટી સાથે મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષની તપસ્યા લાગશે. આ ઉર્જા, વિચાર, તાકાત ચાર-ચાર પેઢીઓ વીતી ગઈ, જેઓએ પોતાની જાતને ક્યારેય યશમાં ન જોયું. વિચારને સાથે લઈને ચાલ્યા. આ વિચારને યશસ્વી બનાવતા પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દુનિયામાં પોતાની છાપ બનાવી રહી છે. હવે દુનિયા પણ તેને કબૂલ કરી રહી છે. જ્યા જઉ છુ ત્યા ગૌરવથી માથુ ઉંચુ થાય છે.અને 1951-52 થી જોઈ લો, જે વિચારધારાથી ચાલ્યા હતા. તેને જ લઈને આગળ વધી રહ્યાં છે. કરોડો કાર્યકર્તા આ વિચારધારાને આગળ વધારી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.