જે પી નડ્ડાના કાફલા પર હુમલો છતા અમિત શાહ ફરી પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની દુશ્મનાવટ વધારે કટ્ટર થઈ છે.આમ છતા ભાજપના નેતાઓ પીછેહઠ કરવા માટે તૈયાર નથી.

હવે અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે.જ્યાં તેઓ ત્રણ કાર્યક્રમોમાં સામેલ થશે.ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને અમિત શાહે નક્કી કર્યુ છે કે, તેઓ દર મહિને ત્રણ દિવસ પશ્ચિમ બંગાળમાં વિતાવશે.આ પહેલા અમિત શાહ પાંચ અને 6 નવેમ્બરે પશ્ચિમ બંગાળ ગયા હતા.

અમિત શાહ આ પ્રવાસ દરમિયાન જાહેર કરી ચુક્યા હતા કે, ભાજપ કોઈ પણ સંજોગોમાં પશ્ચિમ બંગાળમાં 200 વિધાનસભા બેઠકો જીતવા માટે કટિબધ્ધ છે.

જોકે જે પી નડ્ડા પર હુમલો થયા બાદ અમિત શાહનો આ પહેલો પશ્ચિમ બંગાળ પ્રવાસ હશે.આ દરમિયાન તેઓ સંગઠનના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને પાર્ટીની આગામી રણનીતિને પણ ચકાસશે.આ પ્રવાસમાં તેઓ ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાક વિજયવર્ગીય, પાર્ટી ઉપાધ્યક્ષ મુકુલ રોય અને પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષ સાથે પણ બેઠકો યોજશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.