જરા સંભાળીને…’ચોકીદાર ચોર હૈ’ પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી ચેતવણી

રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પર માનહાનિ કેસની અરજી પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. તેમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફી સ્વીકારીને તેમને રાહત આપી દીધી છે. જો કે કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનબાજીથી બચવાની નસીહત આપી દીધી છે. આપને જણાવી દઇએ કે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પ્રમાણે સુપ્રીમ કોર્ટ સાથે જોડવા પર માનહાનિનો કેસ કર્યો હતો. રાફેલ કેસમાં મોદી સરકાર પર પ્રહારો કરવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનું નામ લઇ ટિપ્પણી કરી હતી. તેના પર આખો વિવાદ હતો.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની બેન્ચે રાહુલ ગાંધીની વિરૂદ્ધ માનહાનિની કાર્યવાહી માટે પેન્ડિંગ આ કેસ પર 10મી મેના રોજ સુનવણી પૂરી કરી હતી. ત્યારે આજે ગુરૂવારના રોજ સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિસ્ટર રાહુલ ગાંધીએ ભવિષ્યમાં સંભાળીને બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે ભવિષ્યમાં કોર્ટ સાથે જોડાયેલા કોઇપણ કેસમાં કોઇ પણ પ્રકારના રાજકીય ભાષણ આપવામાં સાવચેતી રાખો.

રાહુલ ગાંધીએ માંગી લીધી હતી માફી

રાહુલ ગાંધી એ સમયે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને તેમણે બેન્ચને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સંબંધિત પોતાની ટિપ્પણી ભૂલ તરીકે સુપ્રીમ કોર્ટના હવાલાથી કહેવા પર તેઓએ શરત વગર માફી માંગી ચૂકયા છે. રાહુલ ગાંધીની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બેન્ચને કહ્યું હતું કે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટનો ખોટી રીતે ઉપયોગ કરીને કરેલી ટિપ્પણી માટે તેમણે ખેદ વ્યકત કરી દીધો છે. જો કે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની તરફથી વરિષ્ઠ અધિવકતા મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ગાંધીની ક્ષમા યાચના અસ્વીકારવી જોઇએ અને તેની વિરૂદ્ધ કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.