ઝાયડસ હોસ્પિટલ બહાર દોઢ કિલોમીટર સુધી લાંબી લાઈન,રાજ્યના જુદા-જુદા વિસ્તારમાંથી પહોંચી રહ્યા છે લોકો

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર રેમડેસિવિર માટે લાઈનનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોવિડગ્રસ્ત દર્દીઓના સગા-સંબંધીઓ રેમડેસિવિર લેવા લાઈનમાં ઉભા રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે.

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.