આ દાવાના કામમાં કોર્ટ તરફથી પ્રાથમિક હુકમનામું તા. ૨૩/૦૨/૧૯૫૩ના રોજ કરવામાં આવેલું હતું. આ ઠરાવ સામે પોરબંદરની આસી. જજની કોર્ટમાં કુલ ૨ અપીલો વાદી તથા પ્રતિવાદી તરફથી અપીલ નં. ૧૬ તથા ૧૮, ૧૯૫૩ ની દાખલ થયેલી હતી. તે બંન્ને કામોમાં સંયુકત રીતે ઠરાવ તા. ૩૦/૬/૧૯૫૪ના રોજ આવેલો હતો અને દાવો ફરીથી નીચેની કોર્ટમાં પાતા ડોસાના વાદીના વારસદારો છે કે કેમ તેટલા પુરતો નવેસરથી પુરાવો લઇ નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવામાં આવેલો હતો. આ ઠરાવ સામે જે તે વખતે વાદીઓ તરફથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જેમાં પોરબંદરની આસી. કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઠરાવ કાયમ રાખવામાં આવેલો હતો. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂણ રાહત ધારો ૧૯૫૪ નો અમલમાં આવતા અને હાલનો દાવો ગીરો માંડી આપેલી જમીન છોડાવવાનો હોય અને તે કાયદાની કલમ-૪ અન્વયેની અરજી રજુ કરવામાં આવતા અને તેની દાવાનું સમગ્ર રેકર્ડ રૂણ રાહત ધારા નીચે રચાયેલી બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ અને તેના દ્વારા આપેલા ઠરાવ સામે અપીલ નં. ૩૫/૫૮ દાખલ કરવામાં આવેલી હતી. જે અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટ માં સિવીલ રીવીઝન એપ્લીકેશન નં. ૬૨૧ તથા ૧૦૨૪
News Detail
આ દાવાના કામમાં કોર્ટ તરફથી પ્રાથમિક હુકમનામું તા. ૨૩/૦૨/૧૯૫૩ના રોજ કરવામાં આવેલું હતું. આ ઠરાવ સામે પોરબંદરની આસી. જજની કોર્ટમાં કુલ ૨ અપીલો વાદી તથા પ્રતિવાદી તરફથી અપીલ નં. ૧૬ તથા ૧૮, ૧૯૫૩ ની દાખલ થયેલી હતી. તે બંન્ને કામોમાં સંયુકત રીતે ઠરાવ તા. ૩૦/૬/૧૯૫૪ના રોજ આવેલો હતો અને દાવો ફરીથી નીચેની કોર્ટમાં પાતા ડોસાના વાદીના વારસદારો છે કે કેમ તેટલા પુરતો નવેસરથી પુરાવો લઇ નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવામાં આવેલો હતો. આ ઠરાવ સામે જે તે વખતે વાદીઓ તરફથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જેમાં પોરબંદરની આસી. કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઠરાવ કાયમ રાખવામાં આવેલો હતો. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂણ રાહત ધારો ૧૯૫૪ નો અમલમાં આવતા અને હાલનો દાવો ગીરો માંડી આપેલી જમીન છોડાવવાનો હોય અને તે કાયદાની કલમ-૪ અન્વયેની અરજી રજુ કરવામાં આવતા અને તેની દાવાનું સમગ્ર રેકર્ડ રૂણ રાહત ધારા નીચે રચાયેલી બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ અને તેના દ્વારા આપેલા ઠરાવ સામે અપીલ નં. ૩૫/૫૮ દાખલ કરવામાં આવેલી હતી. જે અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટ માં સિવીલ રીવીઝન એપ્લીકેશન નં. ૬૨૧ તથા ૧૦૨૪ સને ૧૯૬૨ ની દાખલ થયેલી હતી. આ કામમાં છેલ્લી પાંચ પેઢીથી વકીલાત સાથે સંકળાયેલી પેઢીમાં દાદા આણંદજીભાઈ એ કરેલો કેસ તેના પૌત્ર દીપકભાઇએ કરેલી હોય ં તે રીતે વકીલમાં પણ ૩ પેઢી સુધી 5 કેસ ચાલેલો હોય અને તેવું ભાગ્યે જ બનતું હોય અને તે રીતે આ કેસના ચુકાદાથી એડવોકટ પેઢીની નામના પણ વધેલ છે અને આ કામમાં મુળ રીસ્પોન્ડન્ટ વતી એટલે કે મુળ જર્મીન માલીકો વતી એડવોકેટ તરીકે મુળ આણંદલાલ ગોવિંદજી લાખાણી ત્યારબાદ ભોગીલાલ આણંદલાલ લાખાણી અને ત્યારબાદ દીપક ભોગીલાલ લાખાણી અને તેમની સાથે ૧ ભરતભાઈ ભોગીલાલ લાખાણી તથા હેમાંગભાઈ દીપકભાઈ લાખાણી મૈં રોકાયેલા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.