આ મહિનામાં તહેવારની સાથે સાથે શનિવાર અને રવિવારની રજા મળીને કુલ 15 દિવસ બેંકના કામ થઈ શકશે નહીં. આરબીઆઈએ આખા મહિના માટે વિવિધ જગ્યાઓએ રજાનું લિસ્ટ તહેવાર સાથે પ્લાન કરીને રાખ્યું છે. તો તમે પણ આ રજાની તારીખોને ધ્યાનમાં રાખીને તમારા બેંકના કામને પ્લાન કરી લો જેથી તમને ધક્કો ન પડે.
6 રજાઓ શનિવાર અને રવિવારના કારણે મળશે. કુલ મળીને 15 દિવસની રજાઓ રહેશે. તો તમે પણ બેંક જતા પહેલા ચેક કરી લો રજાની તારીખો
- 4 જુલાઈ – રવિવાર
- 10 જુલાઈ – બીજો શનિવાર
- 11 જુલાઈ – રવિવાર
- 12 જુલાઈ – સોમવાર – કાંગ (રાજસ્થાન), રથયાત્રા (ઈમ્ફાલ, ભૂવનેશ્વર)
- 13 જુલાઈ – મંગળવાર – ભાનુ જયંતી (સિક્કિમ) શહીદ દિવસ (જમ્મૂ કાશ્મીર)
- 14 જુલાઈ – બુધવાર -દ્રુકપા ત્શેચી (ગંગટોક) )
- 16 જુલાઈ -શુક્રવાર – હરેલા પૂજા, દહેરાદૂન
- 17 જુલાઈ – શનિવાર -ખારચી પૂજા, અગરતલા, શિલોંગ
- 18 જુલાઈ – રવિવાર
- 19 જુલાઈ -સોમવાર – ગુરુ રિમ્પોછેના થુંગકર ત્શેચુ (ગંગટોક)
- 20 જુલાઈ – મંગળવાર – ઈદ અલ અધા (દેશભરમાં રજા)
- 21 જુલાઈ – બુધવાર – બકરીઈદ
- 24 જુલાઈ – ચોથો શનિવાર
- 25 જુલાઈ – રવિવાર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.