જુલાઇમા જ્યાં કોરોના મહામારી હતી ટોચ પર તે પાંચ દેશોમા ઘટી રહ્યા છે કોરોનાના કેસ

ભારતમા જ્યાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દુનિયાના કેટલાક દેશોમા તેના સંક્રમણમા ઘટાડો જોવા મળી રહ્યો છે. એમા કેટલાક એવા દેશોનો પણ સમાવેશ થાય છે, જ્યાં જુલાઇ મહિનામા મહામારી વધુ ફેલાઇ હતી. જ્યારે કેટલાક યુરોપીય દેશોમા જેવા કે ઇટલી, સ્પેન અને ફ્રાંસમા કેસોમા પુનરૂત્થાન જોવા મળી રહ્યુ છે. આ સિવાય રશિયા અને અમેરિકા જેવા દેશ, જ્યાં વાઇરસે ફક્ત મોટા પ્રમાણમા વસ્તીને પ્રભાવિત કરી છે પરંતુ મોટી સંખ્યામા લોકોના મૃત્યુ થઇ ગયા છે, જો કે હવે કેસમા ઘટાડો થયો છે.

અમેરિકા

આ બાબતે વિશેષજ્ઞોનુ માનવુ છે કે, કેસોમા આવેલો ઘટાડો ઓછા ટેસ્ટ કરવાનુ પરિણામ પણ હોઈ શકે. એવામા આ પાંચ દેશો કે જ્યાં કોરોનાના કેસોમા ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકામા જુન અને જુલાઇ મહિનામા જ્યાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અમેરિકાના ડેટા અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહથી અહીંયા કેસોમા ઘટાડો થઇ રહ્યો છે.

22 જુલાઇએ 68,634 કેસો નોંધાયા હતા, જ્યારે છેલ્લા કેટલાક સપ્તાહથી ત્યાં લગભગ 43,847 કેસ સામે આવી રહ્યા છે. જો કે અમેરિકા હજુ પણ વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીંયા લગભગ 60 લાખ લોકો વાઇરસથી પ્રભાવિત છે અને 1,77,000 લોકોના મૃત્યુ થઇ ગયા છે. આ સિવાય ટેક્સાસ, ફ્લોરિડા, અરિજોના અને કેલિફોર્નિયા જેવા દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમા ફરીથી પ્રતિબંધ લાગવાથી કોવિડ-19ને રોકવામા સહાયતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.