ઝુમાની નમાઝ પહેલા યોગી સરકાર હરકતમાં, કલેક્ટર્સને આપ્યા મહત્વના પાવર

નાગરિકતા સંશોધન કાયદ પર ભડકેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશના અનેક સંવેદનશીલ જીલ્લામાં આજે શુક્રવારે ઝુમ્માની નમાઝથી લઈને પોલીસ પ્રશાસન એલર્ટ છે. ઉત્તર પ્રદેશના 15 જીલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. ગાઝિયાબાદ, મેરઠ, કાનપુર, અલીગઢ સહિતના અનેક જીલ્લાઓમાં આગામી 24 કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગાઝિયાબાદમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ રહેશે.

ઝુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને કોઈ હિંસા ના ભડકે તે માટે પોલીસ ફરી એકવાર સાવધાની વરતી રહી છે. મુસ્લીમ ધર્મગુરૂઓએ પણ ઝુમ્માની નમાઝ પહેલા લોકોને શાંતિની અપીલ કરી છે.

નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા બાદ દેશભરમાં સ્થિતિ હવે ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે. પરંતુ 27 ડિસેમ્બરે જુમાની નમાઝ પઠવામાં આવશે. આ જુમાની નમાઝને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશના સંવેદનશીલ જિલ્લામાં પ્રશાસન પહેલાથી જ સાવધાની માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.