– અમે હિન્દુત્વ છોડ્યું નથી એનો આ પુરાવો છે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ જૂનાં મંદિરોના જિર્ણોદ્ધાર માટે અલગ ફંડ ફાળવવાની જાહેરાત કરી હતી.
મંગળવારે વિધાનસભાના બે દિવસના ખાસ સત્રમાં બોલતાં ઠાકરેએ ભાજપની ટીકા કરી હતી. ભાજપ કહે છે કે અમે સત્તા માટે હિન્દુત્વ સાથે બાંધછોડ કરી હતી. અમે સેક્યુલર થઇ ગયા એવો પણ આક્ષેપ કર્યો હતો.
જૂનાં મંદિરોના જિર્ણોદ્ધાર માટે નાણાં ફાળવવાની જાહેરાત કરતાં ઠાકરેએ કહ્યું કે અમે હિન્દુત્વ છોડ્યું નથી એનો આ પુરાવો છે. અમે જૂનાં મંદિરોના જિર્ણોદ્ધાર માટે ભંડોળ ફાળવી રહ્યા છીએ. તેમણે એવો દાવો કર્યો હતો કે મારી સરકાર પ્રાચીન મંદિરોની જાળવણીની પરંપરાને જાળવી રાખશે. મંદિરોના જિર્ણોદ્ધારનું કામ તબક્કાવાર હાથ ધરાશે.
ઠાકરેએ એવાં પ્રાચીન મંદિરોની માહિતી આપવાની વિરોધ પક્ષોને પણ હાકલ કરી હતી. અત્રે એ યાદ રહે કે આ વર્ષના ઓક્ટોબરમાં ઠાકરે અને મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંઘ કોશ્યારી વચ્ચે દલીલબાજી થઇ હતી. કોશ્યારીએ ઠાકરેને કહ્યું હતું કે શરાબના બાર ખોલી રહ્યા છો તો મંદિરો કેમ ખોલવા દેતા નથી. આ મુદ્દે ઠાકરે અને શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ સુદ્ધાં કરી હતી. હવે ઠાકરેએ જાણે કોશ્યારીને જવાબ આપતાં હોય એમ પ્રાચીન મંદિરોના જિર્ણોદ્ધારની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.