જુના વિવાદોને ભૂલી સચિન પાયલટ અને કોંગ્રેસના રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ કરી મુલાકાત

રાજસ્થાન વિધાનસભાના પ્રસ્તાવિત સત્રના થોડા દિવસો પહેલા રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. બળવાખોર નેતા સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના સૂત્રોએ આ જાણકારી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ સચિન પાયલટ સાથે મુલાકાત બાદ રાહુલ અને પ્રિયંકા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા.

14 ઓગસ્ટથી રાજસ્થાનનું વિધાનસભા સત્ર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ અટકતો જોવા મળી રહ્યો છે.

પાયલટ અને બળવાખોર ધારાસભ્યો વચ્ચે વાતચીત અને સમાધાન અંગે પૂછવામાં આવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, અમે પહેલા પણ કહી ચુક્યા છીએ અને આજે પણ કહીએ છીએ જો પાયલટ અને બીજા બળવાખોર ધારાસભ્યો સરકાર અસ્થિર કરવાના પ્રયાસ માટે માફી માંગી લે તો તેમને ફરીથી અપનાવવા પર વિચાર કરી શકાય છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરવા અને પાર્ટી બેઠકમાં સામેલ નહીં થવા બદલ કોંગ્રેસ હાઇકમાન્ડે પાયલટને ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.