જૂનાગઢ : ભવનાથ મા ! મંજૂરી વગર જ અતિથિ ભવન બનાવ્યું હોવાનું મહેશગીરી બાપુનો આક્ષેપ

જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરની ગાદી બાદ ભવનાથ અતિથિ ભવનનો વિવાદ સામે આવ્યો છે. ભવનાથના અતિથિ ભવનને લઈને અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહેશગીરી બાપુએ ફરી એક વાર હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ભવનાથ ક્ષેત્ર બન્યું વિવાદનો અખાડો !
ભવનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદેસર અતિથિ ભવન બનાવ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. પાંચ માળનું પ્રેમગીરી અતિથિ ભવન કોની પરવાનગીથી બનાવ્યું છે તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ભવન બન્યાને પાંચ વર્ષ છતાં હિસાબ રજૂ ન કર્યાનો હોવાનો પણ આક્ષેપ કયો છે

મહેશગીરી બાપુનો આરોપ છે કે 22 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટથી અતિથિ ભવનનું સંચાલન કોઈ વ્યક્તિને સોંપવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની રોકટોક વગર રૂમ છોકરા-છોકરીઓને પણ ભાડે અપાય છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.