જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અનન્ય સિદ્ધિ; ત્રણ વર્ષમાં મગફળીની 7થી વધુ જાતનું કર્યું સંશોધન

યુનિવર્સિટીના સંશોધકો દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારોમાં મગફળીની જાતો વિકસાવવામાં આવી હતી. જેમાં વેલડી, અર્ધવેલડી અને ઊભળી પ્રકારની જાત વિકસાવવામાં આવી છે. મગફળીની આ ત્રણ જાત ખેડૂતોનું ઉત્પાદન અને આવક વધારશે એવી કૃષિ નિષ્ણાતો આશા સેવી રહ્યા છે.

જુનાગઢ: કૃષિ યુનિવર્સિટીએ એક અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીએ સંશોધન કરીને મગફળીની 7 થી 8 વેરાયટી બહાર પાડવામાં આવી છે. આ તમામ સંશોધન કરાયેલી મગફળી જાતની અલગ અલગ ખાસિયતો છે. આ અલગ અલગ જાતની મગફળી ખૂબ જ ઓછા સમયમાં વિકસાવવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધીત આ મગફળીની જાતો  ખેડૂતોનું ઉત્પાદન વધારશે એવી કૃષિ નિષ્ણાતો આશા સેવી રહ્યા છે.

કૃષિ યુનિવર્સિટીના સંશોધકોએ ત્રણ પ્રકારની મગફળીની જાત વિકસાવી

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી પી ચોવટીયાએ જણાવ્યું હતું કે,  યુનિવર્સિટીના સંશોધકો દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારોમાં મગફળીની જાતો વિકસાવવામાં આવી હતી. જેમાં વેલડી, અર્ધવેલડી અને ઊભળી પ્રકારની જાત વિકસાવવામાં આવી છે. આ ત્રણ સેગમેન્ટમાં એક કરતાં વધુ વેરાઈટી રિલીઝ કરવામાં આવી છે. વેલડી મગફળીની અંદર GG 41 મગફળીની જાત વિકસાવવામાં આવી છે. જ્યારે અર્ધ વેલડી જાતમાં 23 નંબરની જાત વિકસાવવામાં આવી છે. જ્યારે ઉભળી પ્રકારની મગફળીમાં 37 ,38 39,40 જાત વિકસવવામાં આવી છે.

આ જાતની મગફળી આપે છે સૌથી વધારે ઉત્પાદન

કૃષિ યુનિવર્સિટીના ઇન્ચાર્જ સંશોધક નિયામક આર બી માદરીયાએ  જણાવ્યું  હતું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં જે મગફળી બહાર પાડવામાં આવી છે. તેની જાત GG 41, GG 23, HPH 2 , GG 37 38 39 40 અને 35 જે અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. તેમાં 35, 37 અને 38 ત્રણ વેરાઈટી ગુલાબી રંગના દાણા અને મીડીયમ ગોળ જોવા મળે છે. આ વેરાઈટીનું ગુજરાતના દરેક વિસ્તારમાં વાવેતર થાય છે. વેરાઈટી GG 35 અને 38 નંબરની મગફળીની જાત ચોમાસા માટે વાવેતર ની ભલામણ કરવામાં આવી છે. આ સાથે GG 37 નંબરની જાતને ઉત્પાદન ચોમાસામાં ખૂબ સારું મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.